શિકાગો: શિકાગોમાં એનબીસી ટાવર બિલ્ડિંગમાં આવેલા કોન્સ્યુલેટની ઓફિસમાં શિકાગોસ્થિત ભારતીય કોન્સલ જનરલ નીતા ભૂષણ તાજેતરમાં ઑસ્માનિયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એસ. રામચંદ્રનત્તે મળ્યાં હતાં અને વિવિધ ક્ષેત્રમાં રહેલી તકો વિશે વાતો કરી હતી.
શિકાગો દૂતાવાસની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, બન્ને મહાનુભાવો વચ્ચે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સમાં વ્યવસાયલક્ષી શિક્ષણ સંબંધિત ચર્ચા કરવામાં આવી હતી. બને દેશોને એકબીજાની ફેકલ્ટી તરફથી શીખવાની જે વ્યાપક તક રહેલી છે તે વિશે પણ ચર્ચા થઈ હતી. પ્રો. રામચંદ્રને જણાવ્યું હતું કે અમેરિકપ્ ભારતીય વિદ્યાર્થીઓ માંટે તેઓના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ માંટે આગળ પડતો દેશ ગણાય છે, ત્યારે યુએસના વિદ્યાર્થીઓને તેઓના ઇન્ટરનેશનલ ઇમર્સન પ્રોગ્રામ અંતર્ગત ભારતની સસ્ફુતિની જાણકારી મળે અને તે માંટે તેઓ ભારતની ટૂંકા ગાળાની યુલાકપ્ત લે તે જરૂરી છે.
રામચંદ્રન દ્વારા ઑસ્માંનિયા યુનિવર્સિટીની મહત્ત્વાકપ્ક્ષી યોજનાઓ વિશે માંહિતી આપવામાં આવી હતી, જેમાં સ્ટુડન્ટ-ફેકલ્ટી એક્સચેન્જ, વિડિયો કોન્ફરન્સ દ્વારા પ્રવચનો, જોઇન્ટ ડિગ્રી પ્રોગ્રામ, ભારત-અમેરિકામાં યુનિવર્સિટીઓના પરસ્પર લાભ માંટે વિવિધ યોજનાઓનો સમાંવેશ કરવામાં આવ્યો હતો. નીતા ભૂષણે જણાવ્યું હતું કે શિકાગોસ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ ઑસ્માનિયા યુનિવસિંટીને તેમના સ્થાનિક-વૈશ્વિક શૈક્ષણિક કાર્યક્રમોને મદદરૂપ થશે.
તાજેતરમાં પ્રો. રામચંદ્રન શિકાગોમાં ગ્લોરી ઑફ હૈદરાબાદ દ્વારા આયોજિત ઑસ્માનિયા યુનિવર્સિટીના શતાબ્દી સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે
ઉપસ્થિત ૨ [[ હતા. (સૌજન્ય: ‘ન્યુઝ ઇન્ડિયા ટાઇમ્સ’)





