પીટર જેમિસન
ન્યુયોર્ક: દેશભરના આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે વોશિંગ્ટનનો પ્રવાસ મોલમાં ફરવા અને આનંદ ઉઠાવવા માટેનો હતો અને કદાચ કેટલાક વિદ્યાર્થીઓ યુએસ કેપિટલમાં વિશ્વના સૌથી શક્તિશાળી નાગરિકોમાંના કેટલાકને મળવા માટેનો હતો.
જોકે ન્યુજસીત્માં સાઉથ ઓરેન્જ મિડલ સ્કૂલના એક ગ્રુપે ગયા અઠવાડિયે દેશની રાજધાનીની મુલાકાત લીધી હતી જે અન્ય કારણસર યાદગાર રહી હતી. હાઉસના સ્પીકર પોલ ડી. રાયન (આર-વિસ્કોન્સીન) સાથે ૧૫૦ વિદ્યાર્થીઓના એક ગ્રુપે તસવીર પડાવવાનો ઇનકાર કર્યો હતો. પોલ રાયન ગુરૂવારૅ તેમને મળ્યા હતા. ૧૩ વર્ષીય મેથ્યુ માલેસ્પીનાએ રવિવારે તે રાયન સાથે તસવીર પડાવવા માગતો નહોતો કપ્રણ્પ્ કે પોતે સ્પીકર અને તેમની પાર્ટીની હેલ્થકેર સહિત વિવિધ નીતિઓ સાથે અસંમત છે.
મેથ્યુએ જણાવ્યું હતું કે હું એવા માણસ સાથે જૉડાવવા માગતો નહોતો કે જેણે પોતાની પાર્ટીને પોતાના દેશ પહેલા રજૂ કરવા માગે છે. હું જે લોકો સાથે જોડાયેલો નથી તેમની સાથે શા માટે મારે ફોટો પડાવો જોઇએ. એમ કહેવાય કે સ્કૂલમાં મને કોઇ ન ગમતું હોય, તો શા માટે મારૅ તેમની સાથે ફોટો પડાવો જોઇએ.
પબ્લિક સ્કૂલ લાઇબ્રેરિયન અને મેથ્યુની માતા એલિસા માલેસ્પીનાએ ક ડુ કે તેને આ વાતની નવાઈ લાગી પણ વિદ્યાર્થીઓના પ્રોટેકશન એકશનની વાત સાંભળી આનંદ થયો હતો.
આ બાબતે રાયનની ઓફિસે કોઇ ટિપ્પણી કરી નહોતી. – ધ વોશિંગ્ટન પોરપ્ટ





