ન્યુ યોર્ક: ગયા વર્ષે ઓક્ટોબરમાં ‘યુ યોર્ક સિટી વહીવટી તંત્રમાં ચીફ ડિજિટલ ઓફિસર તરીકે જોડાયેલા શ્રી શ્રીનિવાસને પોતાના હોદા પરથી રાજીનામું આખું હતું. ‘યુ યોર્કના મેયર બિલ ડી બ્લાસિયોની ઓફિસના જણાવ્યા મુજબ મોટા પાયે ફેરફારોના પ્રયાસનો આ એક ભાગ છે.
શ્રીનિવાસને ૧૨મી મેએ પોતાનો હોદ્દો છોડચો હતો છતાં મેયરની ઓફિસ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નહોતી.
મેટ્રોપોલિટન મ્યુઝિયમમાં ચીફ ડિજિટલ ઓફિસર તરીકે ત્રણ વર્ષ સુધી ફરજ અદા કર્યા પછી શ્રીનિવાસન ‘યુ યોર્ક સિટી વહીવટી તંત્રમાં જોડાયા હતા. તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં પણ પ્રથમ ચીફ ડિજિટલ ઓફિસર હતા. તેમણે સાઉથ એશિયન જર્નલિસ્ટ્સ એસોસિયેશનની સ્થાપના કરી હતી અને તેને બહોળી લોકપ્રિયતા અપાવી હતી, જેના કારણે સાઉથ એશિયન પત્રકારોની પેઢીને મુખ્ય પ્રવાહના માધ્યમોમાં આગળ આવવામાં મદદ મળી હતી.
ન્યુ યોર્ક સિટીના ચીફ ડિજિટલ ઓફિસર તરીકે શ્રીનિવાસનનો સિટીની ટેકનોલોજીલક્ષી વિવિધ પહેલને આગળ ધપાવવાનો, ટેક કોમ્યુનિટી પર ઘ્યાન કેન્વિત કરવાનો અને શહેરવ્યાપી ડિજિટલ પોલિસીને નિર્દેશ આપવાનો હેતુ હતો.
ગયા ઓક્ટોબરમાં, મેયરે શહેરના ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે મિગલ ગેમિનોની નિમણૂક કરી હતી અને શ્રીનિવાસનનો પોર્ટફોલિયો ગેમિનોને મળ્યો હતો.
ગવર્નમેન્ટ ટેક્નોલોજીએ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી બેન સર્લેને ટાંકીને ઈ-મેઇલમાં જણાવ્યું હતું કે ન્યુ યોર્ક સિટીની ટેક ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અમે સાથે મળીને જે કપ્મગીરી કરી તે બદલ અમને ગૌરવ છે. અમે શ્રીનિવાસનને શુભેરછા પાઠવીએ છીએ.
ચીફ ડિજિટલ ઓફિસર બનતાં પહેલાં શ્રીનિવાસનને ઓક્ટોબર, ૨૦૧૫થી કમિશન ઓન પબિંનક ઇન્ફોર્મેશન એન્ડ કોખુનિકેશનમાં નીમવામાં આવ્યા હતા.
મેયર ડી બ્લપ્સિયોએ શ્રીનિવપ્સનની નિમણૂક વખતે જણાવ્યું હેતુ કે આપણા શહેરની ડિજિટલ ઇકોસિરટમ ૨૧મી સદીમાં લઈ જતાં પહેલાં આપણે એ ખાતરી કરવી જરૂરી છે કે આપણા શહેરના સ્રોતો દરેક ન્યુ યોર્કરની આંગળીના ટેરવે હોવા જોઈએ. મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં પોતાની કામગીરી પહેલાં તેમણે ૨૦ વર્ષ કોલંબિયા જર્નલીઝમ સ્ફૂલની ફેકલ્ટી તરીકે પસાર કર્યા હેતાં અને એક વર્ષ કોલંબિયા યુનિવર્સિટીના પ્રથમ ચીફ ડિજિટલ ઓફિસર તરીકે ફરજ બજાવી હેતી. તેઓ ડીએનએઇન્ફ્રો ન્યુઝસાઇટનપ્ સ્થાપક સભ્ય અને કોન્ટિબ્યુટિગ એડિટર હેતપ્.
(સૌજન્વ: ‘ન્યુઝ ઇન્ડિયા ટાઇમ્સ’)





